HomeMorbiઉઘરાણીનો ખાર! સાપકડામાં 'ઉમા સ્ટોન' ઓફિસમાં ધાડ, કાચ ફોડી રૂ.30 હજારનું નુકસાન
ઉઘરાણીનો ખાર! સાપકડામાં ‘ઉમા સ્ટોન’ ઓફિસમાં ધાડ, કાચ ફોડી રૂ.30 હજારનું નુકસાન
હળવદના સાપકડા ગામે ઉઘરાણીની અદાવતમાં બે સગા ભાઈઓએ લોખંડના પાઇપ અને છરી સાથે ઓફિસમાં ઘૂસી તોડફોડ મચાવી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા અને નોકરી કરતા ૩૪ વર્ષીય બીજલભાઈ લાલજીભાઈ ઉધરેજાએ આરોપી જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા તથા હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે. સાપકડા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપી જીગ્નેશસિંહે ફરીયાદીને ફોનમા ગાળો આપી તેમજ બન્ને આરોપીઓએ પોતાની કાળા કલરની સ્કોર્પીયો કારમા આવી ફરીયાદીની કંપનીની ઓફીસ પાસે આવી આરોપીઓએ પોતાના હાથમા લોંખડનો પાઇપ અનેછરી હતી અને બન્નેએ ઓફીસનો ગેટ બંધ હોય જેને આરોપીઓએ લોંખડના પાઇપ વડે તોડી નાખી ઓફીસમા અપપ્રવેશ કરી બારીઓના કાચ તોડી ફોડી ઓફીસમા આશરે રૂપિયા ૩૦,૦૦૦/-નુ નુકસાન કરી પોતાની સ્કોર્પીયો ગાડી લઇને જતા જતા કહેલ કે હવે જો કપચીના પૈસા માગશો તો પતાવી દેશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.