HomeMorbiવાંકાનેરમાં જુગારના અડ્ડા પર સર્વેલન્સ ટીમનો સપાટો, જાંબુડીયા ગામેથી પાંચ જુગારીઓ રૂ.1.05...

વાંકાનેરમાં જુગારના અડ્ડા પર સર્વેલન્સ ટીમનો સપાટો, જાંબુડીયા ગામેથી પાંચ જુગારીઓ રૂ.1.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાનાં પર રૂપિયા લગાવી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે રેડ કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ સહિત કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા રહે. વીડી જાંબુડીયા ગામની સીમ તા.વાકાનેર, હમીરભાઈ હિરાભાઈ ગમારા રહે પંલાસ તા.વાંકાનેર, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા રહે. વીડી જાંબુડીયા તા.વાંકાનેર, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular