HomeMorbiહળવદમાં વાડી વિસ્તારમાં પોલીસની રેડ : તીનપત્તીનો જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા

હળવદમાં વાડી વિસ્તારમાં પોલીસની રેડ : તીનપત્તીનો જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા

હળવદ પોલીસે મળેલી બાતમીના આધારે વાડીની ઓરડીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ સહિત કુલ રૂ.1,03,300નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ ટાઉન વિસ્તાર આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા કુલ દશ આરોપી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર રહે. હળવદ ધરતી નગર તા.હળવદ જી.મોરબી, લગધીરસિંહ હનુભા ઝાલા રહે. હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા રહે.હળવદ શંકરપરા તા.હળવદ, મહેશભાઈ ટીનાભાઈ થરેસા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, અનિલભાઈ જયંતીભાઈ સનુરા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા રહે. હળવદ ભવાની નગર ઢોરો તા.હળવદ, ઝાલાભાઈ હિન્દુભાઇ જાદવ રહે. હળવદ પંચમુખી ઢોરો તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular