HomeMorbiમોરબીમાં માત્ર રૂ.170ના ચાર્જે મચાવ્યો બખેડો! વેપારી પર છરીથી જીવલેણ હુમલો, પોલીસ...

મોરબીમાં માત્ર રૂ.170ના ચાર્જે મચાવ્યો બખેડો! વેપારી પર છરીથી જીવલેણ હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના લીલાપર-નવાગામ રોડ પર આવેલી મોબાઈલ દુકાનમાં મની ટ્રાન્સફર ચાર્જને લઈને થયેલી બોલાચાલી હિંસક બની હતી. ગ્રાહકે વેપારી પર છરી વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મુરારીકુમાર ભોગેન્દ્ર શર્માએ આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા રહે. લગધીરનગર, નવાગામ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી પોતાની ક્રિષ્ણા મોબાઈલ એન્ડ ફેશન નામની દુકાને હતા ત્યારે આરોપી વિશાલભાઈ બાબુભાઇ જોગડીયા મની ટ્રાન્સફ૨ કરાવવા ગયેલ ત્યારે ફરીયાદીએ રૂ.૧૭,૦૦૦/- આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડા રૂપીયા ૧૭,૦૦૦/- તથા મની ટ્રાન્સફર ચાર્જ રૂ. ૧૭૦/- આરોપી પાસે માંગતા આરોપી ઉશ્કેરાય જઇ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને છરીના ઘા જાનથી મારી નાખવાના ઈરાદે મારી ફરીયાદીને શરીરે ગંભીર ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular