HomeMorbiવાંકાનેરના ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOGનો સપાટો, સરકારી જમીન પરથી રૂ. 80...
વાંકાનેરના ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOGનો સપાટો, સરકારી જમીન પરથી રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી SOGએ વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી સામે કાર્યવાહી કરતાં હિટાચી મશીન, શંકાસ્પદ કોલસો અને ફાયર ક્લે સહિત અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ-ખનીજ વિભાગને સોંપ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ સાથે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચિત્રાખડા ગામ ખાતે સરકારી જમીનમાં ગેર કાયદેસર ખનીજનો સંગ્રહ કરનાર ઇસમો (૧) દાનાભાઇ બાલુભાઈ ડાભી રહે.વર્માધાર તા.થાનગઢ જી.સુ.નગર (૨) અમૃતભાઇ માધાભાઇ કેરાળીયા રહે.ઉન્ડવી (રાણીપાટ) તા.થાનગઢ જી.સુ.નગર વાળાઓના કબજા ભોગવટા વાળી સરકારી જમીન માંથી GJ-13-AX-7234 કિંમત રૂપિયા 30,00,000 તથા ટાટા કંપનીનુ હિટાચી મશીન જેના સીરીયલ નં- SP21-46360 કિ.રૂ.50,00,000/- તથા ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો તેમજ ફાયર ક્લેનો આશરે જથ્થો ૮૫૦ મેટ્રીક ટન મળી કુલ કિંમત રૂપિયા 80 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાણ ખનીજ વિભાગને સોપેલ છે.