HomeMorbiમોરબીમાં પ્રોહિબીશન કેસનો ફરાર આરોપી આખરે ઝડપાયો, દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો...
મોરબીમાં પ્રોહિબીશન કેસનો ફરાર આરોપી આખરે ઝડપાયો, દોઢ વર્ષથી પોલીસને ચકમો આપતો હતો
મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે સંયુક્ત કામગીરીમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર રહેલા આરોપીને રાજકોટના કુવાડવા ચોકડી નજીકથી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડ સ્ટાફને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિ કલમ-૬૫(ઇ),૮૧ વિ. મુજબના ગુન્હામા નાસતા ફરતા આરોપી હરેશકુમાર રવજીભાઇ ઝાપડીયા રહે.કુવાડવા શીવધારા સોસાયટી રાજકોટ રહે.મુળગામ નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળો પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો હોય અને હાલે કુવાડવા ચોકડી માધવ હોટલ પાસે હોવાની બાતમીના આધારે આરોપીની તપાસ કરતા ઇસમ ત્યાંથી મળી આવતા જેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીની પ્રોહી.ના ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે પ્રોહીના ગુનાના પકડવાના બાકી હોય અને નાસતો ફરતો હોવાનુ જણાવતા આરોપીને પ્રોહી.ના ગુન્હામા હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.