HomeMorbiહળવદમાં જુગાર પર પોલીસનો દરોડો: કડિયાણા ગામની સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા, રૂ....

હળવદમાં જુગાર પર પોલીસનો દરોડો: કડિયાણા ગામની સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા, રૂ. 57,600 જપ્ત

હળવદ તાલુકા પોલીસે બાતમીના આધારે કડિયાણા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 57,600ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કડિયાણા ગામની સીમ પાંડાતીરથ ગામે જવાના રસ્તે ક્રિકેટના મેદાનમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ પાંચ ઇસમો કરશનભાઇ વાઘજીભાઈ ઉડેચા રહે ગામ નવા કડિયાણા તા.હળવદ, રાયમલભાઇ શેલાભાઈ ઠુંગા રહે ગામ કડીયાણા તા.હળવદ, બીપીનભાઇ જગદીશભાઈ માકાસણા રહે ગામ ચરાડવા તા.હળવદ, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા રહે.ગામ ચરાડવા તા.હળવદ, ભવાનભાઈ વિરમભાઇ સરૈયા રહે.ગામ દેવીપુર તા.હળવદવાક્ષાને રોકડ રકમ રૂ.૫૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular