HomeMorbiમોરબીના બેલા (રંગપર)માં દારૂનો મોટો જથ્થો ઝડપાયો, પોલીસ રેડ દરમિયાન બુટલેગર ફરાર
મોરબીના બેલા (રંગપર)માં દારૂનો મોટો જથ્થો ઝડપાયો, પોલીસ રેડ દરમિયાન બુટલેગર ફરાર
મોરબી તાલુકા પોલીસે બેલા (રંગપર) ગામમાં દરોડો પાડી ૩૨૪ બોટલ વિદેશી દારૂ અને ટીવીએસ જુપીટર સહિત રૂ. ૯૬,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે મુખ્ય આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના બેલા (રંગપર) ગામે એક રહેણાંક મકાનની બાજુમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૨૪ કિંમત રૂપિયા ૪૬૨૫૦ તથા દારૂની હેરાફેરી કરવા રાખેલ ટી.વી.એસ. જુપીટર મોટરસાયકલ રજીસ્ટર નંબર: GJ-36-AQ 2838 જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ કુલ ૯૬,૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વસિમભાઈ ઓસમાણભાઈ નારેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.