HomeMorbiવાંકનેર-મોરબી હાઈવે પર રોડ રોમિયોનો આતંક: યુવતીઓની છેડતી બાદ ઈકોનો પીછો, પિતા-પુત્રી...

વાંકનેર-મોરબી હાઈવે પર રોડ રોમિયોનો આતંક: યુવતીઓની છેડતી બાદ ઈકોનો પીછો, પિતા-પુત્રી પર હુમલો

વાંકનેર-મોરબી હાઈવે પર કારખાને જતી યુવતીઓની છેડતી બાદ આઈસર ચાલકે ઈકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ત્રણ સ્થળે ગાડી અટકાવી યુવતીને તમાચો માર્યો અને બચાવવા આવેલા પિતા પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ગ્રામ્ય પંથકમાં રહેતા અને ઈકો કાર ચલાવી પરિવારનું ગુજરાન કરતા આધેડે આરોપી સચિન રાજેશભાઈ અહિરવાડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી પોતાના હવા લાવાળુ આઈસર વાહન રજીસ્ટર નંબર-GJ- 03-BT-9427 વાળુ લઈને ફરીયાદીની ઈક્કો ગાડીમા સાથીઓ બેસેલ હોય જેની પાછળ પાછળ આવી સાથીઓના ચેનચાડા, છેડતી કરી ફરીયાદી તથા સાથીને ભુંડાબોલી ગાળો આપી ઢીક્કા પાટુનો મારમારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular