HomeMorbiમોરબીમાં ગરબી ચોકમાં બેસવાની વાતે લોહિયાળ ઝઘડો: યુવક પર છરીથી હુમલો, પોલીસ...
મોરબીમાં ગરબી ચોકમાં બેસવાની વાતે લોહિયાળ ઝઘડો: યુવક પર છરીથી હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીના વાવડી રોડ સ્થિત મીરા પાર્ક સોસાયટીમાં ગરબી ચોકમાં બેસવા જેવી સામાન્ય બાબત ઉગ્ર બની જતાં એક યુવક પર છરી વડે હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા ૨૦ વર્ષીય ઋત્વિકભાઈ ધીરુભાઈ ગોસ્વામી એ તે જ સોસાયટીમાં રહેતા આરોપી કુલદિપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી નજીવી બાબતે ફરીયાદી સાથે આરોપીએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે હાથની આંગળીમાં ચાર ટાંકા જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .