HomeMorbiબેલા ગામે જૂની અદાવતનો ખાર રાખી જાહેરમાં યુવકને માર માર્યો
બેલા ગામે જૂની અદાવતનો ખાર રાખી જાહેરમાં યુવકને માર માર્યો
મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મારપીટ દરમિયાન દીવાલમાં માથું ભટકાવી ઈજા પહોંચાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ૨૫ વર્ષીય આરીફભાઈ હાજીભાઈ જામએ તેમના જ ગામના આરોપી ઈકબાલ ઉમરભાઈ જામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને કામે આવવા માટે ભૂંડાબોલી ગાળો આપી ફરીયાદિને શરીરે ઠીકાપાટુનો મારમારી શર્ટનો કાઠલો પકડી તેમજ વાળ પકડી બજાર તેમ જ દીવાલમાં માથું ભટકાવી જમણા નેણ પાસે ફેક્ચર જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે