HomeMorbiઘૂંટુ ગામે ડેલો બતાવવાની વાતે બબાલ: યુવાનો પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો, બેને...
ઘૂંટુ ગામે ડેલો બતાવવાની વાતે બબાલ: યુવાનો પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો, બેને ફ્રેક્ચર ઈજા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં નજીવી બાબતને લઈને ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ બે યુવાનો પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પીપળી ગામે રહેતા ૩૫ વર્ષીય સુરેશભાઈ બાબુભાઈ રાઠોડએ આરોપી મુકેશભાઈ દેગામા, અમિત મુકેશભાઈ દેગામા રહે. બંન્ને પ્રકૃતિ સોસાયટી મોરબી તથા મુકેશભાઈ ત્યાં કામ કરતો માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદિ તથા તેમના મિત્ર મેહુલભાઈ ફરિયાદિના મિત્ર રવિભાઈ પટેલને આરોપી મુકેશભાઈનો ડેલો બતાવવા માટે ગયેલ હોય જે આરોપીને સારુ નહીં લાગતા ફરિયાદિને જેમફાવે તેમ ગંદીગાળો બોલી ઢીકાપાટુનો મૂઢ માર મારતા ફરિયાદિના મિત્ર મેહુલભાઈ છોડાવવા માટે વચ્ચે પડતા આરોપી અમિતએ લોખંડના પાઈપ વડે ફરિયાદિના મિત્ર મેહુલભાઈને ડાબા હાથમાં ફેકચરની ઈજા કરેલ તેમજ આરોપી અજાણ્યા શખ્સએ લાકડાના ધોકા વડે નાકના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.