HomeMorbiમોરબીમાં ડ્રગ્સનો કાળો કારોબાર બેનકાબ: રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો

મોરબીમાં ડ્રગ્સનો કાળો કારોબાર બેનકાબ: રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો

મોરબી એસ.ઓ.જી.એ ચોક્કસ બાતમીના આધારે નવલખી રોડ સ્થિત રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 1.09 લાખથી વધુના મેફેડ્રોન પાવડર, રોકડ, મોબાઇલ અને અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે મયુરભાઈ બાબુભાઈ ગોગરા રહે.શ્રધ્ધા સોસાયટી, નવલખી રોડ, મોરબી વાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી આરોપી મેફેડ્રોન પાવડર ૨૯.૨૪ ગ્રામ કિ.રૂ. ૮૭,૭૨૦/-, મેફેડ્રોન પાવડરનુ વેચાણ કરી મેળવેલ રોડડ રૂપીયા ૧૧૫૫૦/, મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/, નાનો વજનડાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૯,૭૭૦ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮ (સી) ૨૧ (બી) ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની ડાર્યવાહી મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સોપેલ છે.

RELATED ARTICLES

Most Popular