HomeMorbiમોરબીમાં હવે આધુનિક લેપ્રોસ્કોપીક ગાયનેક સારવાર: ઓછો દુખાવો, નાના ચીરા અને ઝડપી...
મોરબીમાં હવે આધુનિક લેપ્રોસ્કોપીક ગાયનેક સારવાર: ઓછો દુખાવો, નાના ચીરા અને ઝડપી રિકવરીની સુવિધા
મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે હવે આધુનિક લેપ્રોસ્કોપીક (દૂરબીન દ્વારા) ગાયનેક સારવારની અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. આ પદ્ધતિમાં ઓછો દુખાવો, નાના ચીરા, ઓછા દિવસમાં હોસ્પિટલમાંથી રજા તેમજ ઝડપી રિકવરી જેવા અનેક લાભ દર્દીઓને મળે છે.
હોસ્પિટલમાં ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec) દ્વારા ગાયનેક સંબંધિત વિવિધ લેપ્રોસ્કોપીક સર્જરી કરવામાં આવે છે. કોથળીના દૂરબીન દ્વારા ઓપરેશનમાં નિષ્ણાત ટીમ સાથે અતિ જટિલ લેપ્રોસ્કોપીક સર્જરી માટે પણ આધુનિક સેટઅપ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
વધુ માહિતી અથવા અપોઇન્ટમેન્ટ માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે અથવા 9228108108 નંબર પર સંપર્ક કરી શકે છે.