HomeMorbiમોરબીમાં મહિલાઓનું જુગારધામ ઝડપાયું: રહેણાંક મકાન પર પોલીસનો દરોડો, 11 મહિલાઓ ઝડપાઈ

મોરબીમાં મહિલાઓનું જુગારધામ ઝડપાયું: રહેણાંક મકાન પર પોલીસનો દરોડો, 11 મહિલાઓ ઝડપાઈ

મોરબીના વાવડી રોડ પર આવેલા માણેક સોસાયટી-2માં રહેણાંક મકાનમાં ચાલી રહેલા તીનપત્તીના જુગાર પર સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 11 મહિલાઓને રોકડ રૂ. 39,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલ માણેક સોસાયટી-2 મા આરોપી ગીરઝાબેન પોપટ ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા 11 મહિલા ગીરઝાબેન મનસુખભાઈ પોપટ રહે. વાવડી રોડ મોરબી, નીરૂબેન બાબુભાઇ મકવાણા રહે. મહાવિરનગર મોરબી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવીંદભાઈ સેંધાભાઈ હરસધીયા રહે. રહે.લાલપર હનુમાન મંદીરની બાજુમા તા.મોરબી, મનીષાબેન ઇન્દુલાલ કુવરજીભાઇ કાનાણી રહે. મોરબી-૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ કનૈયા ડેરી વાળી શેરી, ભાવનાબા ભરતસીંહ જાડેજા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા રહે. વાવડીરોડ ઉમીયાગેટ અંદર મોરબી, જોશનાબેન દશરથભાઈ સાવરીયા રહે. મોરબી -2 ઉમા ટાઉનશિપ, અંજુબા ભરતસીંહ ઝાલા રહે. શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કૃષ્ણમંદીર ગરબી ચોકમા જી. મોરબી, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા રહે. મોરબી રવાપર રોડ બોનીપાર્ક મંગલમ હાઇટસ -૧૦૪, જયશ્રીબા યુવરાજસીંહ ઝાલા રહે. કાલીકાપ્લોટ મોમાઇડેરી પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા 39100 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular