HomeMorbiહળવદના જૂના દેવળીયામાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો; વિદેશી દારૂ-બીયર સાથે એક...
હળવદના જૂના દેવળીયામાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો; વિદેશી દારૂ-બીયર સાથે એક ઝડપાયો, સપ્લાયર ફરાર
હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદના જુના દેવળીયા ગામે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચાએ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૭ તથા બિયર ટીન નંગ -૨૪ મળી કુલ કિંમત રૂપિયા ૧૬,૬૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી ફિરોજ સંધવાણી રહે. જુના દેવળીયા ગામ તા. હળવદવાળો હાજર ન મળી આવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.