HomeMorbiવાંકાનેરમાં વૃદ્ધને નિશાન બનાવી ફિલ્મી અંદાજમાં લૂંટ, ધક્કો મારી રોકડ-દસ્તાવેજો ભરેલો થેલો...

વાંકાનેરમાં વૃદ્ધને નિશાન બનાવી ફિલ્મી અંદાજમાં લૂંટ, ધક્કો મારી રોકડ-દસ્તાવેજો ભરેલો થેલો ઝૂંટવી ફરાર

વાંકાનેરમાં 79 વર્ષીય વૃદ્ધ પર ત્રણ બાઇક સવારોએ હુમલો કરી રૂ. 3,000 રોકડ અને મહત્વના દસ્તાવેજો ભરેલો થેલો લૂંટી લીધો. નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલા ‘વેલકમ પ્રાઇડ’માં રહેતા નિવૃત્ત ૭૯ વર્ષીય હરિલાલ નાનજીભાઈ વિડજાએ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી ચાલીને જીનપરા જકાતના કાથી દાણાપીઠ તરફ જતા હતા તે વખતે રસ્તામા આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પોતાના કબ્જાની મોટરસાયકલ લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીના હાથમાં રહેલ થેલાની માંગણી કરતા ફરીયાદીએ થેલો આપવાની ના પાડતા આ રોપીઓએ ફરીયાદીને ઘેરી લઇ ફરીયાદિ પાસેથી થેલો જુટવવા ફરીયાદિ સાથે ઝપાઝપી કરી ફરીયાદીને નિચે પાડી દઈ ફરીયાદિના થેલામા રહેલ પાકીટમાં રાખેલ આસરે રુપીયા ૩૦૦૦/- તથા ઓળખ કાર્ડ તથા અન્ય ડોક્યુમેંટ સાથે થેલો ફરીયાદી પાસેથી જુંટવી લઇ નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular