HomeMorbiહળવદમાં આઈસ ગોલાની લારી સામે પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇક પળવારમાં ગાયબ, પોલીસમાં...

હળવદમાં આઈસ ગોલાની લારી સામે પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇક પળવારમાં ગાયબ, પોલીસમાં ફરિયાદ

હળવદની સરા ચોકડી નજીક આઈસ ગોલાની લારી સામે ચાવી સાથે પાર્ક કરાયેલ હીરો સ્પ્લેન્ડર બાઇક અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદમા કેનાલ રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૨ વર્ષય ચિરાગભાઈ હસમુખભાઈ કૈલાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીનુ સને-૨૦૧૮ ના મોડલનુ કાળા કલરનુ હિરો કંપનીનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ-36-J 7282 જેની કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ ફરીયાદીના પપ્પા સાથી હસમુખભાઈએ હળવદ સરા ચોકડી નજીક આવેલ શીતલ આઇસ ગોલા લારી સામે ચાવી સહીત પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular