HomeMorbiમોરબી એલસીબીનો સપાટો: 06 પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ રીઢો બુટલેગર આખરે ઝડપાયો

મોરબી એલસીબીનો સપાટો: 06 પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ રીઢો બુટલેગર આખરે ઝડપાયો

માળીયા (મિં) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને અન્ય અનેક ગુનાઓમાં પણ વોન્ટેડ બુટલેગરને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડે જુના દેવળીયા ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા (મિં) પોલિસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપી વિજય જયંતીભાઇ અઘારા રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો હાલે તેના રહેણાંક મકાને જુના દેવળીયા ગામે હોવાની બાતમી મળેલ હોય અને આ આરોપી આ સીવાય અન્ય પ્રોહીબીશનના ગુનાઓમાં પકડવાનો બાકી હોય જેથી તેના રહેણાંક મકાને સ્ટાફના માણસો સાથે જઇ તપાસ કરતા તે મળી આવતા મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુનામા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular