HomeMorbiસરકારી શિક્ષિકાનો સાસરિયા સામે ગંભીર આક્ષેપ: પતિ સહિત 6 સામે મહિલા પોલીસમાં...

સરકારી શિક્ષિકાનો સાસરિયા સામે ગંભીર આક્ષેપ: પતિ સહિત 6 સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની એક સરકારી શિક્ષિકાએ પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી અને ફુઆજી સસરા સહિત 6 શખ્સો સામે શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ તેમજ દુષ્પ્રેરણના આક્ષેપો સાથે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતાં અને નવી રાતીદેવળી ખાતે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (ઉ.વ.૩૮) એ અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા (પતિ), આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા) , મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા (દિયર), રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી) રહે. બધા જેતપુર જી. રાજકોટ તથા સલીમભાઈ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) રહે. જેતપુર જી. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા દિયર-દેરાણી તથા ફુઆજી સસરા એ અવાર નવાર નાની નાની બાબતોમા હેરાન પરેશાન કરી મારકુટ કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી તેમના પતિને તેના આડા સંબંધમા સાથ આપી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular