HomeMorbiછોટા ઉદેપુરથી ચોરાયેલું બાઇક મોરબીમાં મળ્યું, LCBએ આરોપીને ઝડપી પાડ્યો
છોટા ઉદેપુરથી ચોરાયેલું બાઇક મોરબીમાં મળ્યું, LCBએ આરોપીને ઝડપી પાડ્યો
મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના બાઇક સાથે ફરતા શખ્સને ઝડપી તપાસ કરતાં પાંચ વર્ષ પહેલાં છોટા ઉદેપુરમાંથી ચોરાયેલું બાઇક હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીને બાઇક સાથે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી હળવદ રોડ ઉપર, ઉંચી માંડલ પાસેથી વિક્રમભાઇ લુલજીભાઇ બાવાભાઇ નાયકા (ઉ.વ.૨૯) રહે. જીકીયારી ગામ, મનીસભાઇ સવજીભાઇ ચાપાણી પટેલ નાઓની વાડીમા તા.જી.મોરબી મુળગામ- કુંભાણી તા.જી.છોટાઉદેપુરવાળો ઇસમ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મો.સા. ચલાવી નિકળતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરતા આ મો.સા. આજથી આશરે પાંચેક વર્ષ પહેલા છોટા ઉદેપુર જીલ્લા ના છોટા ઉદેપુર પો.સ્ટે. ના વિસ્તારમાથી ચોરી થયેલાનું જણાઇ આવતા ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. બાબતે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મો.સા. ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. કબજે કરી પકડાયેલ ઇસમને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે. અને છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનને જાણ કરવા સમજ કરેલ છે.