HomeMorbiમાળીયાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 06 પત્તાપ્રેમીઓ ઝડપાયાં 

માળીયાના વવાણીયા ગામે જાહેરમાં જુગાર રમતા 06 પત્તાપ્રેમીઓ ઝડપાયાં 

માળીયા મીયાણા વિસ્તારના વવાણીયા ગામના રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા 06 ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.

મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના રેલ્વે સ્ટેશનની પાછળના ભાગે જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી છ ઇસમો સનાભાઇ દેવાભાઇ સોમાણી (ઉ.વ.૪૬) રહે.વવાણીયા ગામ તા.માળીયા મી, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા (ઉ.વ.૫૦) રહે. ચમનપર ગામ તા.માળીયા મીં, રાજભા મયુભા દરબાર (ઉ.વ.૫૮) રહે. વવાણીયા ગામ તા. માળીયા (મી), રાઘવજીભાઇ શીવલાલભાઇ કાવર (ઉ.વ.૬૫) રહે. લક્ષ્મીવાસ તા.માળીયા મી જી.મોરબી, વ્રજલાલભાઈ શીવાભાઈ કાવર (ઉ.વ.૬૪) રહે લક્ષ્મીવાસ તા.માળીયા મી જી.મોરબી, શૈલેષભાઇ પ્રભુભાઇ ખીમાણીયા (ઉ.વ.૫૯) રહે વવાણીયા ગામ તા.માળીયા (મીં) વાળાને રોકડા રૂપીયા ૧૪,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular