HomeMorbiવનાળીયા ગામે બિયરના ગેરકાયદેસર જથ્થા પર પોલીસનો છાપો; 96 ટીન કબ્જે 

વનાળીયા ગામે બિયરના ગેરકાયદેસર જથ્થા પર પોલીસનો છાપો; 96 ટીન કબ્જે 

ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે વનાળીયા ગામની સીમમાં કાર્યવાહી કરી વાડીની ઓરડીમાંથી 96 ટીન બિયર જપ્ત કર્યા છે. આરોપી સલીમભાઈ સુમરા ફરાર હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે વનાળીયા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડીને ગેરકાયદેસર વેચાણ અર્થે રાખવામાં આવેલો પરપ્રાંતીય બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાડીની ઓરડીમાંથી કૂલ ૯૬ નંગ બિયરના ટીન જેની કિંમત રૂપિયા ૧૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સલીમભાઈ ગુલામહુશેનભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular