HomeMorbiમંગળપુરની સીમમાં રસ્તા મુદ્દે જૂથ અથડામણ: પાંચ સામે વળતી ફરિયાદ, લોખંડના સળિયા-પથ્થરથી...
મંગળપુરની સીમમાં રસ્તા મુદ્દે જૂથ અથડામણ: પાંચ સામે વળતી ફરિયાદ, લોખંડના સળિયા-પથ્થરથી હુમલાનો આરોપ
હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના રસ્તા પર થાંભલા હટાવવાના મુદ્દે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ઘટનામાં પાંચ ઈસમો સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીની વળતી ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા ૩૧ વર્ષીય અશ્વિનભાઈ ગોરધનભાઈ સોનગ્રાએ આરોપી ગૌતમ છગનભાઈ કણઝરીયા, છગનભાઈ પોપટભાઈ કણઝરીયા, પ્રવિણભાઈ નરશીભાઈ કણઝરીયા, ચંદ્રેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયા દલસુખભાઈ હેમુભાઈ કણઝરીયા રહે. બધા વેગડવાવ ગામ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર હતું કે ફરીયાદીને પોતાના ખેતરમા જવાના રસ્તે આરોપીના પરીવારે થાંભલા નાખેલ હોય જે નડતા હોય જે ફરીયાદીના કાકી કાન્તાબેન તથા ફરીયાદીના ભાભી રમિલાબેન થાંભાલા કાઢવા જતા આરોપી ગૌતમએ થાંભલો કાઢવાની ના પાડી ભુંડા બોલી ગાળો આપી અને આરોપી ગૌતમ તથા આરોપી છગનભાઈએ ફરીયાદીના કાકી કાન્તાબેન તથા ફરીયાદીના ભાભી રમિલાબેન તથા ફરીયાદીના પિતાને ઢીકાપાટુ માર મારતા ફરીયાદીના કાકી કાન્તાબેનને છાતીએ સામાન્ય મુંઢ ઈજા તથા ફરીયાદીના ભાભી રમિલાબેનને પગે સામાન્ય ઇજા તથા ફરીયાદીના પિતાને ખંભે સામા ન્ય ઇજા તથા આરોપી પ્રવિણભાઇએ ફરીયાદીના કાકા વાસુદેવભાઇને લોંખડનો સળીયો મારી પગે સામાન્ય છોલાયેલા ની ઇજા તથા આરોપી ચંદ્રેશભાઈએ ફરીયાદીને પથ્થર મારી જમણા હાથના મુંઢ ઇજા પહોંચાડી અને આરોપી દલસુખભાઈએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.