HomeMorbiદારૂના નશામાં પુત્રનો તાંડવ: બહેન પર હુમલો, પિતાને ધમકી બાદ હળવદ પોલીસમાં...

દારૂના નશામાં પુત્રનો તાંડવ: બહેન પર હુમલો, પિતાને ધમકી બાદ હળવદ પોલીસમાં ફરિયાદ

હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે દારૂના નશામાં પુત્રે પરિવાર સાથે ગાળાગાળી કરી બહેન પર લાકડાના ધોકા વડે હુમલો કરતાં અને પિતાને ધમકી આપતાં તેની સામે હળવદ પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે રહેતા ૬૩ વર્ષીય છનાભાઈ કાનાભાઈ મકવાણાએ આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીનો દિકરો થતો હોય અને તેના કહ્યામાં ન હોય અને ઘરેથી પૈસા વાપરવા નહી આપેતો ઘરેણા તથા વાહન વેચી નાખવાની કે આપધાત કરી લઇશ તેમ ધમકી આપતો હોય અને જાહેરમાં અગશ્લીલ હરકતો કરી ફરીયાદીને અશ્લીલ શબ્દો બોલી સાથી જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર મારેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular