HomeMorbiમોરબીમાં ઘર પર પોલીસનો દરોડો: રૂ. 78 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો,...

મોરબીમાં ઘર પર પોલીસનો દરોડો: રૂ. 78 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ

મોરબીમાં સિટી બી-ડિવિઝન પોલીસ, એલસીબી અને ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 78 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ તેમજ એલ.સી.બી. (LCB) અને ફર્લો સ્ક્વોડની ટીમને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી રીજન્ટા હોટલ નજીકના મફતિયાપરા વિસ્તારમાં રહેતા સતીષભાઈ તેજાભાઈ પરમાર (ઉં.વ. ૩૩) ના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો, ચપલા તથા ફ્રુટી પેકિંગ નંગ -૪૪૬ કિંમત ૭૮,૧,૯૦ રૂપિયાના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular