HomeMorbiટંકારા પોલીસના હાથે મોટી સફળતા: દારૂના બે ગુનામાં 4 માસથી નાસતો આરોપી...

ટંકારા પોલીસના હાથે મોટી સફળતા: દારૂના બે ગુનામાં 4 માસથી નાસતો આરોપી ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. તેમજ મોરબી શહેર તુલસીપાર્ક નજીક અલગ અલગ કુલ-૦૩ વાહનોમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હોય જે બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મેઘજીભાઇ ઉર્ફે મેઘરાજ વિરમભાઇ સાટકા જાતે ભરવાડ (ઉ.વ-૨૭)ધ રહે-ગઢડા (નાગબાઇ) તા.પડધરી જી.રાજકોટ વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular