HomeMorbiટંકારાના કોળીવાસ ચોકમાં જુગારની બાજી પર પોલીસનો સપાટો, ચાર શખ્સો ઝડપાયા
ટંકારાના કોળીવાસ ચોકમાં જુગારની બાજી પર પોલીસનો સપાટો, ચાર શખ્સો ઝડપાયા
ટંકારાના ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.1,590ના મુદ્દામાલ સાથે ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા શહેરમાં આવેલ ઉગમણા નાકા પાસે આવેલ કોળી વાસ ચોકમાં જાહેર જગ્યા પર ગોળ કુંડાળું વરીને હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સો આનંદભાઈ શિવાભાઈ દંતેશરીયા રહે ઉગમણા નાકા ટંકારા, વિશુલભાઈ મહેશભાઈ વકાતર રહે. નગર નાકા પાસે ટંકારા, પરસોત્તમભાઈ મનજીભાઈ દંતેશરિયા રહે ટંકારા, જગદીશભાઈ બાબુભાઈ ઉધરેજા રહે ટંકારા વાળાને રોકડ રૂપિયા 1590 રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.