HomeMorbiમોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયવંતસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના અગ્રણી જયવંતસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી અને મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ જયવંતસિંહ એચ. જાડેજાનો આજે ૫ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, સ્નેહીજનો, શુભેચ્છકો, કાર્યકરો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય યોગદાન આપનાર જયવંતસિંહ જાડેજા અગાઉ ગુજરાત સરકારમાં કાર્યપાલક ઇજનેર (વાસ્મો) તરીકે વહીવટી સેવા પણ આપી ચૂક્યા છે. સામાજિક કાર્ય અર્થે તેઓ અમેરિકા, લંડન, યુ.કે. અને યુરોપના દેશો સહિત ૧૫ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમના ધર્મપત્ની દિનાબા જાડેજા મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ અને ચાર્ટર્ડ કાઉન્સિલર રહી ચૂક્યા છે.

સર્વજ્ઞાતિ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ, સમાજના કુરિવાજો દૂર કરવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ હંમેશાં તત્પર રહે છે. જન્મદિવસના આ અવસરે તેમને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય જીવન માટે તેમના મોબાઈલ નંબર ૯૭૨૭૨૭૭૭૭૭ પર શુભેચ્છાઓ મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular