HomeMorbiમોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરી બતાવી ધમકી, ધોકાના બે...
મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરી બતાવી ધમકી, ધોકાના બે ઘા ઝીંક્યા
મોરબીના લખધીરવાસ વિસ્તારમાં શેરીમાં ગાળો બોલવાની ના પાડવી એક યુવકને ભારે પડી હતી. ઉશ્કેરાયેલા શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ લખધીરવાસમા રહેતા અને મજુરી કામ કરતા કિશનભાઇ રમણીકભાઈ પનારા (ઉ.વ.૩૦) એ આરોપી યશરાજસિંહ આનંદસિંહ રાણા રહે. શનાળા ગામ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શેરીમાં ગાળો બોલતા હોઈ જેથી ફરીયાદીએ શેરીમાં ગાળો બોલવાની ના પાડતા જે આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદી ગાળો આપી છરી બતાવી છરી મારી દઇશ તેમ ધમકી આપેલ તેમજ લાકડાના ધોકા વડે ફરીયાદીને માંથાના ભાગે બે ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.