મોરબી ઓદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.25 ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી કેટલાક ફીડર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
જેમાં માઇક્રોન અને એજે ભારત ઇન્ડ. ફીડર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે. તો આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
નોંધનીય છે કે, આ કામગીરી પૂર્ણ થયે કોઈ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.




