આજે જવાહર શાળામાં વિધાર્થીઓનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1 ના બાળકો અને બલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો ધોરણ 1ના 42 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ NMMS, CET, અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1 ના 42 બાળકોને ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણા દ્વારા દિવંગત પુત્ર મધુવનના સ્મરણાર્થે સ્કુલકીટ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ 40 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા જે ઇનામના દાતા ઉભડિયા દિનેશભાઇ મોહનભાઇ હતા. આ તકે, નાનકડા ભૂલકાઓ શાળામાં પ્રવેશ મેળવતા શાળાનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઊઠ્યું હતું.




