HomeGujaratમોરબીના આંબલીફળીમા તસ્કરોએ રહેણાંક મકાનમાં ચોરી કરી 1.93 લાખની મતા લૂંટી

મોરબીના આંબલીફળીમા તસ્કરોએ રહેણાંક મકાનમાં ચોરી કરી 1.93 લાખની મતા લૂંટી

મોરબીમાં આંબલીફળીમા આવેલા એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મકાનમાંથી સોનાના દાગીના રોકડ રકમ મળી કુલ કિં.રૂ.1.93 લાખનો મુદામાલ ચોરી કરી ફરાર થઈ જતાં મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે નજરબાગ મેઇન રોડ પર આવેલા પરશુરામ સોસાયટીમાં રહેતા રૂષીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.27) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાંથી કબાટના લોક ચાવીથી ખોલી સોનાના દાગીના સોનાની 1 લકી, 1 સોનાની વીંટી તથા રોકડ મળી કુલ રૂ.1.93 લાખનો મુદામાલ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular