Monday, May 4, 2026
HomeMorbiHalvadમાવતર બન્યા કામવતર; હળવદના ચરાવડા ગામે કળિયુગી પિતાએ સગા પુત્રને મોતને ઘાટ...

માવતર બન્યા કામવતર; હળવદના ચરાવડા ગામે કળિયુગી પિતાએ સગા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય જેથી પિતાએ જ પોતાના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના ભડીયાદ રોડ પર સાયન્સ કોલેજ પાછળ રહેતા દીનેશભાઈ મગનભાઈ સોલંકી (ઉ.વ.42) એ આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકી રહે. નવા ચરાડવા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મનોજ કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી મનોજ સાથે આરોપી તેના પીતાને અવારનવાર ઝઘડા થતાં હોય જેથી આરોપીએ મનોજ સાથે ઝઘડો કરી મનોજને દોરીથી ગળે ટૂંપો આપી મનોજની હત્યા કરી હતી. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હળવદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન.ગઢવી ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular