Monday, May 4, 2026
HomeGujaratપી.એમ.કિસાનનો હપ્તો જોઈએ છે? તો ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત

પી.એમ.કિસાનનો હપ્તો જોઈએ છે? તો ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત

Advertisement
Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) ક૨ાવવી ફરજિયાત છે.

હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે 19માં હપ્તાનો લાભલેતા 77,892માંથી અત્યાર સુધી 55,770 ખેડૂતોએ નોંધણી ક૨ાવી છે. નોંધણી કર્યા સિવાયના ખેડૂતોએ 10 મી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહી કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. આગામી 10 મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહી કરાવનાર 28 ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહી મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular