Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં વ્હેલી સવારે ચાલવા જતા વૃદ્ધ પર તાંત્રિક વિધિઓ કરવાનો શક કરી...

મોરબીમાં વ્હેલી સવારે ચાલવા જતા વૃદ્ધ પર તાંત્રિક વિધિઓ કરવાનો શક કરી ઢીકાપાટુનો માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

Advertisement
Advertisement

મોરબીમાં સામાકાંઠે આવેલા માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં વૃદ્ધ વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા હોય ત્યારે પોતાના પડોશમાં રહેતા આરોપીઓએ વૃદ્ધ પર પોતાના ઘરમાં તાંત્રિક વિધિઓ કરતો હોવાનો શક રાખી વૃદ્ધને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઇ આંબલીયા (ઉ.વ.75) એ પોતાના પાડોશમાં રહેતા આરોપી ભલાભાઇ માલાભાઇ અંબાલીયા, કમલેશભાઇ ભલાભાઇ અંબાલીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા પોતાની પાડોશમાં રહેતા આરોપીઓએ ફરીયાદી પર પોતાના ઘરમાં તાંત્રીક વિધિઓ કરતો હોવાનો શક રાખી ફરીયાદીને ગાળો આપી લાકડીથી શરીરે મુંઢમાર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular