HomeGujaratમોરબીમાં મનપાની સંકલન સમિતિની બેઠક 18 મી એ યોજાશે 

મોરબીમાં મનપાની સંકલન સમિતિની બેઠક 18 મી એ યોજાશે 

મોરબી મનપાની સંકલન સમિતિની જુલાઈ મહિનાની બેઠક આગામી તા. 18 જુલાઈ ને શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષને સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમજ જો ગેરહાજર રહેવાનું થાય તો કમિશનરને અગાઉ અનુમતિ મેળવ્યા બાદ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવાનું રહેશે.

આ બેઠકમાં સંકલન સમિતિના તમામ સભ્યો/પદાધિકારીઓ/અધિકારીઓને સમયસર બઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular