Saturday, November 8, 2025
HomeGujaratઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ જયદેવસિંહ જાડેજાના જન્મદિન નિમિત્તે અનોખી ઉજવણી 

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ જયદેવસિંહ જાડેજાના જન્મદિન નિમિત્તે અનોખી ઉજવણી 

Advertisement
Advertisement

મોરબી અનોખી સેવા ભાવનાની સાક્ષીરૂપ બનીને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ તથા મોરબીના પ્રથમ મહિલા પ્રમુખ દીનાબા જાડેજાના પતિ જયદેવસિંહ જાડેજાનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાયો હતો.

તા. 5 નવેમ્બર 2025ના રોજ વૃદ્ધાશ્રમના વડીલોને અગ્નેશ્વર મહાદેવ મંદિરે લઈ જઈ ભગવાન શિવના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રકૃતિની ગોદમાં બધા જ વડીલો સાથે મળીને વનભોજન યોજાયું હતું.

આ દરમિયાન મિત્રો તથા સગાસંબંધીઓની હાજરીમાં વૃદ્ધોના આશીર્વાદ મેળવી સેવાકાર્ય સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ માટે કરાયેલા આ સકારાત્મક કાર્યને સૌ કોઈએ સરાહ્યું હતું.

જન્મદિવસને ભવ્ય ધામધૂમથી નહીં પરંતુ પુણ્યના કાર્યો સાથે ઉજવવાનો આ પ્રયાસ સમાજમાં સેવાભાવનું અનોખું ઉદાહરણ પુરું પાડે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular