HomeGujaratમોરબીમાં થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં ચાર ઈસમોની અટક 

મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં ચાર ઈસમોની અટક 

મોરબીના મયુર બ્રિજ નીચે નદિના પટ ઉપર બનાવ બનવા પામેલ છે જેમા ફરીયાદી મનોજભાઇ કાસુભાઇ ચાડમીયા (ઉ.વ.રર ) રહે મોરબી-૨, મયુર બ્રિજ નિચે નદીના પટમા ઝુપડામા તા.જી.મોરબી વાળાએ ફરીયાદ આપતા જે ફરીયાદ જાહેર થયેલ હોય જેમાં હકિકત એવી છે કે, આરોપી અજયભાઈ રમેશભાઇ હઠીલા (ઉ.વ.૨૫) વાળાને ફરીયાદીની બહેન સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન કરવાની વાત કરતા જે બાબતે ફરીયાદી તથા સાથી સાથે બોલાચાલી કરી ઝઘડો થતા આરોપી અજયભાઇ રમેશભાઇ હઠીલા (ઉ.વ.૨૫) રહે, હાલ મોરબી મયુર પુલ નીચે નદીના પટમા તા.જી.મોરબી મુળ રહે,ગામ હાથધરા તા.લીમખેડા જી.દાહોદ વાળાએ તેના પડોસમાં રહેતા આરોપી અજયભાઇ જાનૈયાભાઇ ખરાડી (ઉં.વ.૨૫) તથા બંટીભાઇ હેન્ડરીયાભાઇ ડામોર (ઉ.વ.૩૩) તથા દિપુભાઇ જાનૈયાભાઇ ખરાડી (ઉ.વ.૪૨) રહે, હાલ મોરબી મયુર પુલ નીચે નદીના પટમા તા.જી.મોરબી મુળ રહે, મધ્યપ્રદેશ નાઓને બોલાવી ફરી તથા સાથીઓને છૂટા પથ્થરોના ઘા તથા ત્યા પડેલ લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદીના પિતા કાસુભાઇ હોથીભાઇ ચાડમીયા (ઉ.વ.૫૭) વાળાને ચારેય જણાએ ઢસડી બાવળની કાંટમાં લઇ જઇ કોઇ તીક્ષણ હથિયારનો ઘા મારી મોત નિપજાવી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેમાં ચારેય આરોપીઓની ધોરણસર અટક કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular