મોરબી શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે ત્યારે મોરબીના સામકાંઠા વિસ્તારમાં સીટી બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂનું 35 થી વધુ જગ્યાએ બેફામ વેચાણ ચાલી રહ્યું છે જે કોની રહેમ હેઠળ ચાલી રહ્યું છે હાલ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી જીલ્લામા એક તરફ રેન્જ આઇજી દ્વારા પોલીસ ઇન્સ્પેક્શન કરી અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થાને સારી સ્થિતિ ગણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોરબીના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 35 થી વધુ જગ્યાએ દેશી અને વિદેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે યુવા ધન કે થી પીણા પીને બરબાદ થઈ રહ્યું છે ત્યારે બી ડિવિઝન વિસ્તારમાં કોની રહેમ હેઠળ આ દેશી અને વિદેશી દારૂના ગોરખ ધંધા ચાલી રહ્યા છે શું પીઆઇ વિ.એન. પરમાર ને આ નહીં દેખાઈ રહ્યું કે પછી જાણી જોઈને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી મોરબી વિસ્તારમાં આવેલ જેમકે ઇન્દીરાનગર, વેજીટેબલ રોડ, વીશીપરા ખાદીભંડાર પાસે મોરબી, કુબેરનગર, લખધીરપુર રોડ, ત્રાજપર, મોરબી ધુતારીની વાડી, માળીયા-વનાળીયા સોસાયટી, કુલીનગર, કુબેર ઢોકીઝ પાછાળ મોરબી, ત્રાજપરખારી મોરબી, ખાદીભંડાર પાસે, કુલીનગર વીશીપરા મોરબી, લાભનગર વેજીટેબલ રોડ મોરબી, સો ઓરડી શેરી નં.૩, ઘુટુ રોડ એકોર્ડ સીરામીક સામે વાડીમા, નજરબાગ પાસે સાયન્સ કોલેજ પાછળ મોરબી, બૌધ્ધનગર મફતીયાપરા સહિતના વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂનું બેફામ વેચાણ ચાલી રહ્યું છે ત્યારે આ બુટલેગર ઉપર પોલીસ દ્વારા ક્યારે થવાય તાજ ધર્મ આવશે અને ક્યારે આ દારૂનું વેચાણ થતું અટકાવવામાં આવશે સો પોલીસ દ્વારા આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરોમાં આવશે કે નહીં કે પછી માત્ર પ્રેક્ષકોની માફક બુટલેગરો દારૂ વેચતા રહેશે અને પોલીસ પ્રેક્ષક બની દારૂ વધતા બુટલેગર અને જોઈતી રહેશે કે પછી પોલીસને પણ ટેબલ નીચેનો વહીવટ થઈ રહ્યો છે જેથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સોને પકડી નથી રહી. ત્યારે આગામી દિવસોમાં જવું રહ્યું કે શું દારૂનું વેચાણ થતું પોલીસ અટકાવી શકશે કે નહીં તે જોવું રહ્યું.

