હળવદ પંથકમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે યુવકના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા મકાનમાંથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 3,94,057 ના મુદ્દા માલની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ લઈ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રહેતા સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈ સમયે દિવસ કે રાત્રિના કોઈપણ સમયે ફરિયાદીના મકાનમાં દિવાલ કૂદી પ્રવેશ કરી મકાનના મુખ્ય દરવાજાનું તેમજ રૂમના લોક તોડી તેમાં રહેલ સોનાના દાગીનાઓ જેમાં (૧) ગળામાં પહેરવાના હાર નંગ-૨ , (૨) કાનમાં પહેરવાની બુટી સેર સાથેની એક જોડી તેમજ (૩) વીંટી નંગ-૨ જે સોનાના તમામ દાગીનાઓ જેનુ કુલ વજન આશરે સાડા પાંચ તોલા જેની કિ.રૂ. ૩,૯૪,૦૫૭/- ના મતાની ચોરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.

