HomeMorbiમોરબીના પરસોત્તમ ચોકમાં બાઇકમાંથી વિદેશી દારૂની બે બોટલ ઝડપાઈ; આરોપી છુમંતર
મોરબીના પરસોત્તમ ચોકમાં બાઇકમાંથી વિદેશી દારૂની બે બોટલ ઝડપાઈ; આરોપી છુમંતર
મોરબી શહેરમાં દેશી તેમજ વિદેશી દારૂનો વેપલો ધુમધામથી ચાલી રહ્યો છે ત્યારે મોરબીના પરસોત્તમ ચોકમાં બાઇકમાંથી વિદેશી દારૂની બે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ પરસોત્તમ ચોકમાં શંકાસ્પદ બાઈક રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ-૪૫૬૮ વાળામા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિંમત રૂપિયા ૨૨૧૪ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પરથી નાસી છૂટતા બાઈક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.