HomeMorbiવચગાળાની રજા પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે દબોચી લઈ જેલ...

વચગાળાની રજા પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે દબોચી લઈ જેલ હવાલે કર્યો

આજીવન સજા ભોગવતા વચ ગાળાની રજા ઉપરથી ફરાર કૈદીને ગાંધીનગરના કલોલ થી પકડી પાડી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૦૨,૨૦૧ મુજબના ગુનાના કામે રાજકોટ જીલ્લા જેલના પાકા કામના કૈદી નંબર ૪૮૨૩૯ શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા રહે.રાજપરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા તા.૧૭/૧૨/૨૦૨૫થી દીન-૧૦ વચગાળાની રજા ઉપર જેલ મુક્ત થયેલ હતો જેને રાજકોટ જિલ્લા જેલ ખાતે દીન-૧૦ ની વચગાળાની રજા પુર્ણ થયેથી તા.૨૮/૧૨/૨૦૨૫ નારોજ હાજર થવાનુ હતુ પરંતુ આરોપી વચગાળાની રજા પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી વ્યુમન સોર્શીસ આધારે કલોલ તળાવરોડ, એમ.કે.મોબાઇલ પાસે, તા.કલોલ જી.ગાંધીનગરથી મળી આવતા આજે ડીટેઇન કરી રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવામાં તજવીજ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular