HomeMorbiમોરબીના લગ્ધીરપુર ગામની સીમમાં બે શખ્સોએ આધેડના કપાળે એરગન રાખી રૂ.1.60 લાખની...

મોરબીના લગ્ધીરપુર ગામની સીમમાં બે શખ્સોએ આધેડના કપાળે એરગન રાખી રૂ.1.60 લાખની ચલાવી લુંટ; ગુન્હો દાખલ 

મોરબીમાં મારામારી, લુંટ ને ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબીના લગ્ધીરપુર ગામની સીમમાં લગ્ધીરપુર ગામ થી પાનેલી જવાના કાચા રસ્તે મોહનભાઈ આંબાભાઈની વાડી પાસે બે શખ્સોએ બાઈક લઈને જતા આધેડને ઉભા રાખી આધેડના કપાળે એરગન રાખી ડરાવી ધમકાવી રૂ. ૧,૬૦,૦૦૦ ના મુદામાલની લુંટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લગ્ધીરપુર ગામે રહેતા અને ખેતી કરતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરે વાડી એ જતા તે વખતે રસ્તામાં એક મોટર સાયકલ સવાર બે અજાણ્યા ઇસમો આવીને ફરીયાદીનુ મોટર સાયકલ નંબર GJ-36-AH-9236 વાળુ ઉભુ રખાવી ડરાવી ધમકાવી ફરીયાદીને કપાળ ( લમણે ) એરગન ( બંદુક ) જેવુ હથિયાર રાખી ફરીયાદીએ ગળામાં પહેરેલ સોના નો દોઢ તોલા ચેઇન કીરૂ કીરૂ ૧,૫૦,૦૦૦/- તથા ખીસ્સામાં રહેલ પાંચ હજાર રોકડા તથા એક ઓપો કંપની મોબાઇલ કીરૂ આશરે ૫૦૦૦/-એમ કુલ ૧,૬૦,૦૦૦/- ના મુદામાલની લુટ કરી નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular