HomeMorbiવાંકાનેર શહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૭ પતાપ્રેમી ઝડપાયાં
વાંકાનેર શહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૭ પતાપ્રેમી ઝડપાયાં
વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૭ ઈસમોને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ-૫૦) રહે.મીલપ્લોટ વાંકાનેર, બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા (ઉ.વ-૩૬) રહે.ડબલચાલી મીલપ્લોટ, વાંકાનેર, સબીરભાઇ હાસમભઇ કટીયા (ઉ.વ-૩૧) રહે. મચ્છીપી મીલપ્લોટ, વાંકાનેર જી.મોરબી, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ,વાંકાનેર, મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ, વાંકાનેર, રશુલભાઇ રહીમભઇ મોવર (ઉ.વ-૩૦) રહે. સ્ટેશન રોડ, મીલપ્લોટ, વાંકાનેર, હાસમભાઇ દોશમામદભાઇ મોવર (ઉ.વ-૩૦) રહે. મચ્છીપીઠ, મીલપ્લોટ, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.