HomeMorbiઆજે વિશ્વ માતૃભાષા દિવસ ; માતૃભાષા વિશે લોકોને માહિતગાર કરી કલેકટર કે.બી....

આજે વિશ્વ માતૃભાષા દિવસ ; માતૃભાષા વિશે લોકોને માહિતગાર કરી કલેકટર કે.બી. ઝવેરીએ આપ્યો સંદેશ

આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, ત્યારે પોતાના બાળકોને માત્ર અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઘેલછા રાખતા વાલીઓ માટે જિલ્લા કલેકટરે આંખ ઉઘાડનારો સંદેશ આપ્યો.

ઉલ્લેખનીય છે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વર્ણવતા અત્યંત સચોટ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અંગ્રેજી ભાષા કરતા આપણો ગુજરાતી ભાષાનો વારસો અત્યંત સમૃદ્ધ છે. અંગ્રેજીમાં સૂર્ય અને ચંદ્ર માટે માત્ર સન અને મુન શબ્દો છે, જ્યારે આપણી પાસે સૂર્યના ૪૦ અને ચંદ્રના ૧૮ જેટલા અલગ-અલગ નામ છે. પ્રેમ દર્શાવવા માટે અંગ્રેજીમાં માત્ર લવ શબ્દ છે, જ્યારે આપણે ત્યાં માતા-પુત્ર માટે વાત્સલ્ય, ભાઈ-બહેન માટે હેત અને વહાલ જેવા અર્થસભર શબ્દો છે. અંગ્રેજીમાં બધા જ વડીલો માટે અંકલ’ કે આન્ટ વપરાય છે, જ્યારે આપણી માતૃભાષામાં કાકા, માસા, ફુઆ, માસી, ફોઈ જેવા શબ્દો સંબંધોમાં નિકટતા અને આત્મીયતા ઊભી કરે છે.” તેમ જણાવી માતૃભાષાના ગુણગાન ગાય હતા.

RELATED ARTICLES

Most Popular