HomeMorbiયુવકની શોક સભામાં મોરબીના DYSP J.M. આલે પરિવારને સાંત્વના પાઠવી આરોપીઓને કડક...

યુવકની શોક સભામાં મોરબીના DYSP J.M. આલે પરિવારને સાંત્વના પાઠવી આરોપીઓને કડક સજા થાય તે માટે હાથ ધરાશે પ્રયાશો 

મોરબી: બે દિવસ પહેલા શહેરમાં સોની યુવાનના હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવકની શોકસભામાં મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા તમામ પ્રયત્નો કરી રહ્યા હોવાની ખાતરી આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ શોકસભામાં ઉપસ્થિત લોકોને ડીવાયએસપી જે.એમ. આલે જણાવ્યું હતું કે, આ આકસ્મિક બનાવથી પોલીસ વિભાગને પણ ઊડું દુઃખ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમાજના આગેવાનોને સાથે રાખીને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને હસ્તગત કરી, મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. આ શખ્સનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ ચાલી રહી છે. પરિવારને સંપૂર્ણ ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ તમામ કાયદાકીય પુરાવાઓ એકત્ર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવા બનાવો ભવિષ્યમાં ન બને અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ બનાવ બાદ જિલ્લામાં ૧ ડીવાયએસપી, ૭ પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ડીવાયએસપી આલે આ તકે ઉપસ્થિત જનમેદનીને પણ એક ખાસ અપીલ કરી હતી જો કોઈ નંબર પ્લેટ વગરનું વાહન કે કાળા કાચવાળી ગાડી શંકાસ્પદ હાલતમાં ફરેલી દેખાય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. કોઈપણ ગુનાહિત કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નાગરિકો ૧૧૨ (112) હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરે. અંતમાં, ડીવાયએસપીએ ફરી એકવાર પરિવારને સાંત્વના આપતા આશ્વાસન આપ્યું હતું કે પોલીસ તંત્ર તેમની સાથે છે અને ગુનેગારને સખત સજા અપાવવા કટિબદ્ધ છે.

RELATED ARTICLES

Most Popular