HomeMorbiમાળીયાના સરવડ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા; સાત ફરાર
માળીયાના સરવડ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા; સાત ફરાર
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં ગોવિંદભાઈ વનાભાઈ મુછડીયા ના રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને માળિયા પોલીસે દબોચી લીધા છે જ્યારે સાત ઈસમો સ્થળ પરથી નાસી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા મીયાણા પોલીસને મળેલ બાતમીના આધારે વાતની વાળી જગ્યાએ રેડ કરતાસરવડ ગામમાં ગોવિંદભાઈ વનાભાઈ મુછડીયા ના રહેણાંક મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમો ગોવિંદભાઈ વનાભાઈ મુછડીયા, દાઉદભાઈ ઓસમાનભાઈ કુકડ, અરવિંદ ઉર્ફે કાળુ નાનજીભાઈ સરડવા રહે ત્રણે સરવડ ગામ માળીયા મીયાણાવાળાને રોકડા રૂપિયા ૧૦,૦૨૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે રેડ દરમિયાન સ્થળ પર નાસી છુટેલ સાત ઈસમો પુનીતભાઇ પ્રભુભાઇ સરડવા, ધનજીભાઇ દેવજીભાઇ સરડવા, કનુભાઇ હરીભાઇ મૂછડીયા, કારૂભાઇ ભગાભાઇ મુછડીયા, અશોકભાઇ રતીભાઇ મોરડીયા, સુલ્તાનભાઇ સુમારભાઇ જેડા, સુખદેવભાઇ ગજુભાઇ પરમાર નાસી છુટતા તમાંમ ઈસમો વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.