HomeMorbiમોરબીમા યુવકને આધાર કાર્ડ કીટ બંધ કરાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ...
મોરબીમા યુવકને આધાર કાર્ડ કીટ બંધ કરાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ
મોરબીમાં રહેતા અને વેપાર કરતા યુવકને આરોપીઓએ આધાર કાર્ડની કિટ બંધ કરાવી દેવાની ધમકી આપી વારંવાર રૂપિયાની માંગણી કરી યુવકને ઓફિસે જઈ પત્રકારની ખોટી ઓળખ આપી યુવકને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી મારમારી યુવક પાસેથી ૫૦૦૦ રૂપિયાની લુંટની કોશીષ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ બોટાદ જિલ્લાના ગઢળા તાલુકાના રસનાળ ગામના વતની અને હાલ મોરબીના વેજીટેબલ રોડ પર ઉમા ટાઉનશીપ પાસે અરુણોદયનગરમાં મકાન નંબર 112 માં રહેતા અને વેપાર તથા કોમન સર્વિસ સેન્ટર ચલાવતા વિશાલભાઈ મહેશભાઈ પંચાણી (ઉ.વ.૩૦) એ આરોપી વિશાલ સેજપાલ રહે મોરબી, ગૌતમ મકવાણા રહે મોરબી, કાસમ સુમરા રહે મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ કોઈપણ રીતે યુવક પાસેથી રૂપીયા કઢાવવા આરોપી વિશાલના કહેવાથી આરોપી કાસમએ, સાથી પાર્થને આધારકીટ બંધ કરાવી દેવાની ધમકી આપી વારંવાર રૂપીયાની માંગણી કરી, તેમજ આરોપી વિશાલ તથા ગૌતમએ ફરીયાદીની ઓફીશમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી, ફરીયાદીની ઓફીશના સરકારી લેપટોપના સીરીયલ નંબર વાળો વિડીયો ઉતારી, ફરીયાદી તથા સાથીને ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી, ફરીયાદી તથા સાથી પાસેથી રૂપીયા એક લાખની માંગણી કરી, ફરીયાદીને બે લાફા મારી મુઢ ઇજા કરી, ફરીયાદીના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી રૂપીયા પાંચ હજારની લુંટની કોશીષ કરી, ફરીયાદી તથા સાથીઓને બદનામ કરવાની ધમકી આપી રૂપીયાની માંગણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીતાની કલમ-૧૧૫(૨), ૩૦૮(૭). ૩૦૯(૬), ૩૧૯(૨), ૩૩૨(બી), ૩૫૧(૨), ૩(૫), ૫૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.