HomeMorbiમોરબીમાં હૃદયદ્રાવક ઘટના: બિમારીથી કંટાળી વૃદ્ધ મહિલાનું આત્મવિલોપન

મોરબીમાં હૃદયદ્રાવક ઘટના: બિમારીથી કંટાળી વૃદ્ધ મહિલાનું આત્મવિલોપન

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય ગોદાવરીબેન મોહનભાઈ પનારા છેલ્લા બે-ત્રણ વર્ષથી બ્લડ પ્રેશર તથા માનસિક બિમારીથી પીડાતા હતા અને વિવિધ નાની-મોટી બિમારીઓને કારણે શારીરિક તકલીફ અનુભવતા હોય જેથી કોઈ પણ સમયે તેમણે પોતાના રહેણાંક મકાને જાતે જ સળગી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગોદાવરીબેનનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular